મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા મોરબીના બિલિયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું મોરબીમાં વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ મહાપાલિકાના 13 વોર્ડની રચના કરવા તંત્ર ઉંધા માથે મોરબીમાં યુવાન અને તેના પત્ની સાથે ઓનલાઇન ટ્રાન્જેક્શનના નામે 90 હજારની છેતરપિંડીના ગુનામાં રીઢા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો મોરબીમાં ચાલતા રોડના પેચ વર્કના કામનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય રાતે સ્થળ ઉપર પહોચ્યા મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત ટંકારાના હરબટીયાળી પાસેનો બનાવ: ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે બે યુવાનને હડફેટે લેતા એકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના પત્ની સાથે ઓનલાઇન ટ્રાન્જેક્શનના નામે 90 હજારની છેતરપિંડીના ગુનામાં રીઢા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE

















મોરબીમાં યુવાન અને તેના પત્ની સાથે ઓનલાઇન ટ્રાન્જેક્શનના નામે 90 હજારની છેતરપિંડીના ગુનામાં રીઢા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબીમાં રહેતા યુવાનના બે બેન્ક એકાઉન્ટ તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને રૂપિયા 90,312 ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી જેથી ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને મોરબીની જેલ હવાલે કરેલ છે.

મોરબી એસ.પી.રોડ આઇકોન રેસીડેન્સી વીગ-એફ. ફલેટ નંબર 603 માં રહેતા મનોજભાઇ રામજીભાઇ કગથરા (37)મોરબી સીટી એ ડિવિઝન ખાતે ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ વર્ષ 2022 માં નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેમને નવા બેંકના ખાતા માટેની વેલકમ કીટ બ્લુડાર્ટ કુરીયરમાં આવેલ છે જેના ડોકો નંબર તેઓ ભુલી જતા બ્લુડાર્ટની ઓનલાઇન સાઇટમાં સર્ચ કરતા તેમા આવેલ મોબાઇલ નંબર 8826955122 અને 9830303232 મળ્યા હતા જેમાં વાત કરતા સામાવાળાએ બલુડાર્કટ કુરીયરની ઓળખ આપીને ફરીયાદીને લીંક મોકલી હતી. તેમાંથી ઓનલાઇન રૂપીયા બે નુ ટ્રાન્જેકશન કરવા સમજાવતા તેઓએ આરોપીના જણાવ્યા મુજબ તેમના ખાતાના યુપીઆઇ તથા તેમની પત્નીના એકાઉન્ટના યુપીઆઅ મારફતે રૂપીયા બે નુ ટ્રાન્જેકશન કર્યું હતું ત્યાર બાદ ફરીયાદીના બેંક ઓફ બરોડા બેંકના ખાતામાંથી રૂપીયા 34915 તથા એચ.ડી.એફ.સી.બેંકના ખાતામાંથી રૂપીયા 10000 અને તેની પત્નીના ખાતામાંથી કટકે કટકે રૂપીયા 45397 મળીને ફરિયાદી અને તેની પત્નીના ખાતામાંથી ઓનલાઇન 90312 ની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનાની તપાસ દરમ્યાન પોલીસે આરોપી અખ્તર મકબૂલ અન્સારી (32) રહે. ચેલા હાટલ બંજરિયા, તાલુકો ચેલાહા જિલ્લો મોતી હારી બિહારની ધરપકડ કરેલ છે અને આરોપીને મોરબી કોર્ટમાં રજૂ કરીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ આરોપી અનેક ગુનામાં સંડોયાયેલ હોય તે ઝારખંડની જેલમાં હતો ત્યાંથી તેનો કબ્જો લઈને મોરબીની પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News