મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા મોરબીના બિલિયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ મહાપાલિકાના 13 વોર્ડની રચના કરવા તંત્ર ઉંધા માથે


SHARE

















મોરબીમાં વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ મહાપાલિકાના 13 વોર્ડની રચના કરવા તંત્ર ઉંધા માથે

રાજ્ય સરકારે નવરચિત મહાનગરપાલિકાઓની વોર્ડ રચના કરવા માટેનું સૂચન આપેલ છે ત્યારે મોરબી મહાપાલિકાની વાત કરીએ તો મોરબી શહેરમાં આસપાસના નવ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે જો કે, પાલિકા હતી ત્યારે 13 વોર્ડ અને 52 સભ્યો હતા જો કે, હવે મહાપાલિકામાં પણ 13 વોર્ડ અને 52 સભ્યો રહેશે પરંતુ વર્ષ 2011 પછી વસ્તી ગણતરી કરવામાં આવેલ નથી જેથી તેના આધારે વોર્ડ રચના અને બેઠેકો નક્કી કરવામાં આવશે તેવું હાલમાં અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

રાજ્ય સરકાર દ્વારા મોરબી, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, નડિયાદ, મહેસાણા, આણંદ, ગાંધીધામ અને વાપીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે અને તેનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, નવી રચના કરવામાં આવેલ મહાપાલિકામાં આગામી નવેમ્બર અથવા ડિસેમ્બર 2025 માં ચૂંટણી આવે તેની શ્ક્યતા છે જેથી કરીને રાજ્યની જૂની 6 અને નવી 9 મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આજુબાજુના નવ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં  શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ, ત્રાજપર, મહેન્દ્રનગર અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવેશ થાય છે. જેથી નવા વોર્ડની રચના કેવી રીતે કરવામાં આવશે અને એક વોર્ડમાં કેટલા મતદારો હશે તેની માહિતી જાણવા મળે મહાનગરપાલિકાના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓને હજુ સુધી કોઈ ગાઈડ લાઇન સરકાર તરફથી આપવામાં આવેલ નથી.

જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી મહાપાલિકામાં સમાવેશ કરેલા ગામોની અંદાજિત વસ્તી ઉપર નજર કરીએ તો શક્ત સનાળા ગામ 5700, રવાપર ગામ 12,200, મહેન્દ્રનગર ગામ 12500, અમરેલી ગામ 897, ભડીયાદ ગામ 6000, માધાપર-ઓજી 2691, ત્રાજપર 16,600, લીલાપર 2400, નાની વાવડી 4485 વસ્તી થાય છે તેમજ મોરબી પાલિકાની વસ્તી 2,02,035 છે અને આ વસ્તીના આંકડા વર્ષ 2011 માં કરવામાં આવેલ વસ્તી ગણતરી મુજબના છે જો આ આંકડાના આધારે હાલમાં વોર્ડ રચના કરવામાં આવશે તો તેમાં ઘણી કેટલીક વિસંગતઓ ઊભી થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.






Latest News