હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE









મોરબીના શ્રી રોટરીગ્રામ (અ) ગામે આવેલ શાળામાં આઇએમએ દ્વારા હીમોગ્લોબિન-બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના આચાર્ય તેમજ મોરબી જિ.પ્રા.શિ.સંઘના પુર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાના પ્રયત્નથી મોરબી ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા હીમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં કરવામાં આવ્યુ હતું. હાલના સમયમાં બાળકોમાં રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હીમોગ્લોબિનની ઉણપથી થતાં રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળામાંથી ટોટલ ૫૪ બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હીમોગ્લોબિનની ઊણપ હોય એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે દરેક વિધાર્થીઓને રોગો ન આવે તેમજ આવતા રોગોને અટકાવવા વિશે બાળકોને સમજાય તે રીતે રસપ્રદ અને સરળ ભાષામાં પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. દરેક બાળકોનું બ્લડગ્રુપનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રેસિડેન્ટ અંજનાબેન ગઢિયા, સેક્રેટરી ડો.હીનાબેન મોરી તેમજ ડો. પ્રકાશભાઈ વિડજા અને તેમની ટીમ હાજર રહી હતી અને શાળાના શિક્ષક મિત્રો વિનુભાઈ ફેફર, ગજાનનભાઈ આદ્રોજાએ સેવા આપી હતી.

