મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ
હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
SHARE









હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
મોરબી જિલ્લામાં આવેલ એક પછી એક નગરપાલિકા વિસ્તારની અંદર લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી ચક્કાજામના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે અગાઉ મોરબી મહાપાલિકા વિસ્તાર અને આજે સવારે હળવદ પાલિકા વિસ્તાર ત્યાર બાદ હવે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકો દ્વારા દાણાપીઠ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને 40 મિનિટ સુધી રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા.
સરકાર માનવી ત્યાં સુવિધાની વાતો કરે છે પરંતુ ક્યાંકને ક્યાંક સરકારી અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને સારી પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં ઊણા ઉતરતા હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે તેવામાં ગત સપ્તાહમાં મોરબી શહેરી વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં ચક્કાજામ થયા બાદ આજે સવારના સમયે હળવદમાં પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો ચક્કાજામ કર્યો છે જે અંગેની મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ દાણાપીઠ વિસ્તારમાં લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણીની પ્રાથમિક સુવિધા સારી રીતે મળતી ન હોવાથી પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકોના પ્રશ્ન ઉકેલાતા ન હતા જેથી આજે મહિલાઓ સહિતના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નગરપાલિકા હાય હાય સહિતના સૂત્રોચાર કર્યા હતા તેમજ 40 મિનિટ સુધી વાંકાનેરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવતા ડીવાયએસપી, પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને ત્યારબાદ સમજાવટથી રસ્તા ઉપરથી લોકોને હટાવવામાં આવ્યા હતા. જોકે લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળતી થશે તે તો આગામી સમય બતાવશે.

