મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા

મોરબી અને માળીયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જુદાજુદા આઠ નાના પુલિયા માટેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હતી અને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને સરકારે કુલ મળીને 8 નવા નાના પુલિયા મંજૂર કર્યા છે જેથી કરીને 11 કરોડના ખર્ચે નવા નાના પુલિયા બનશે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં જુદાજુદા ગામને જોડતા જૂના  અને સાંકડા પુલિયાની જગ્યાએ નવા નાના પુલિયા બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા (મી) તાલુકામાં રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ રોડનો એક ભાગ, રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢનો બીજો ભાગ, ખાખરેચી-વેણાસર રોડ, માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ, એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ ઉપર જે હયાત કોઝવે તથા સાંકળ નાલા હતા ત્યાં નવા નાના પુલિયા બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે અને તેના માટે 11 કરોડના ખર્ચે નવા નાના પુલિયા બનાવવામાં આવશે. અને નવા પુલિયા બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકો અને ગ્રામજનોની સુવિધામાં વધારો થશે.  






Latest News