મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

 મોરબી: લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ


SHARE









 મોરબી: લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ રાજદીપભાઈ પરમાર દ્વારા વિધાર્થિનીઓને  સેલ્ફ ડિફેન્સ અંગે વિવિધ ટેકનિક અને દાવોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. દીકરીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષા અંગે નવી જાગૃતિ આવે અને દીકરીઓ પોતે સશક્ત બને તેવા હેતુ સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, શાળાના આચાર્ય અને શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News