હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ
SHARE









મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ
શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી મહાપાલિકા વિસ્તારમાં અને જીલ્લામાં નોનવેજ ઉપર સંપૂર્ણ રીતે એક મહિના સુધી પ્રતિબંધ મૂકવામાં આવે તેવા માટેની સર્વે હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટર અને કમિશનરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને શિવશક્તિ સેવા સંગઠનના હોદેદારોએ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, આગામી તા. 25 થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના અનેક જાહેર સ્થળો જ્યાં હિન્દુ દેવી દેવતાઓના મંદિર આવેલા છે ત્યાં હિન્દુ સમાજના લોકો પૂજન અર્ચન કરવા માટે જતાં હોય છે ત્યાં હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી એવી જગ્યા પર નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ ઉપર એક મહિના સુધી નોનવેજના વેચાણ પર સંપૂર્ણ રીતે જિલ્લામાં પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા નોનવેજ ખાદ્યસામગ્રીનું વેચાણ બંધ કરાવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેથી કરીને તંત્ર દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંપૂર્ણ રીતે નોનવેજનું વેચાણ બંધ થાય તેની અમલવારી કરાવવામાં આવે તેવી માંગ કરી છે. જો નોનવેજનું વેચાણ બંધ કરાવવામાં નહીં આવે તો મોરબી સર્વે હિન્દુ સંગઠન અને સનાતની હિન્દુ સમાજ દ્વારા સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે.

