મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ


SHARE









મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ

મોરબીના જોધપર (નદી) ગામ પાસે મચ્છુ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવેલ છે અને ત્યાંથી ભારે વાહનો સહિતના ટ્રાફિકની સતત અવરજવર રહે છે ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજની સલામતી બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સહિતની ટીમે નિરીક્ષણ કર્યુ હતું

ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળેશ્વર થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-૨ ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી સહિતના ઈજનેરોની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઉલેખનીય છે કે, આ બ્રિજ વર્ષ ૨૦૧૪ માં બનાવવામાં આવેલ છે અને મોરબીના સિરામીક, પેપર મીલ સહિતના ઉદ્યોગો માટે તેમજ ગામના લોકો માટે મહત્વનો બ્રિજ છે. અને આ બ્રિજ ઉપર ભારે વાહનો સહિતનો ટ્રાફિક પણ સતત રહે છે. જેથી વાહન વ્યવહારની સુરક્ષાને ધ્યાને રાખીને માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે બ્રિજની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.




Latest News