મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી મિલની સામેના ભાગમાં ચા વાળાની દુકાન પાસે યુવાન ઊભો હતો ત્યારે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી મિલની સામેના ભાગમાં રહેતા જયેન્દ્રસિંહ મધુભા ઝાલા (32) નામના યુવાને સીટી પોલીસ સ્ટેશન ખાતે ઉત્તમસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે. સ્વપ્નલોક સોસાયટી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમરસિંહજી મિલની સામેના ભાગમાં ચા વાળાની દુકાન પાસે ફરિયાદી ઊભો હતો ત્યારે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે પડખાના ભાગે છરી મારીને ઇજા કરવામાં આવી હતી અને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

મોરબીના વસંત પ્લોટ શેરી નં-8 માં રહેતા મહેશભાઈ ભાઈલાલભાઈ જોશી (64)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 3 એચજી 4018 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News