મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા
મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE









મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના કેસના આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ મોરબીની એડીશનલ સેસન્સ કોટૅ (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ)માં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં અરજદાર તરફે એડવોકેટ વિવેક કે. વરસડાએ ધારદાર દલીલ કરી હતી અને આરોપીને ખોટી રીતે ગુનામાં ફીટ કરી દેવામાં આવેલ છે. અને સાક્ષી કે પુરાવા સાથે હેમ્પર કે ટેમ્પર કરશે નહી. જે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ કોર્ટે દ્રારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી કે આરોપીએ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનું જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને ફરીયાદી સાથે શરીરસબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યો છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરી હતી અને આ આરોપીની એડીશનલ સેસન્સ કોર્ટે (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ) માં જામીન અરજી મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા મારફત મૂકવામાં આવી હતી અને અરજીની સુનવણી થતા આરોપી પક્ષના એડવોકેટે કરેલ દલીલ અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટેના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલા તરફે એડવોકેટ તરીકે મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા, જય જે. કગથરા, રાહુલ બી. બસીયા, રાહુલ એન. ગોલતર તથા સહાયક તરીકે મનોજ ડી. ગરચર, યસ એ. મોરડીયા રોકાયેલા હતા.

