મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ
મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા
SHARE









મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા
કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું? આવો જ વિચાર મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોને આવ્યો હતો અને આ સંસ્થા દ્વારા મોરબીમાં રેઈનબસેરામાં આવેલ બાલવાટિકામાં શિક્ષણ મેળવતા ભુલકાઓ માટે તેમને જોતા જ ગમી જાય અને તેના પર આરામથી લખી વાંચી શકે તેવા ખાસ બાળકો માટે બનાવાતા કિડ્સ સ્ટડી ટેબલ અને ખુરશીઓ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ સંસ્થાના સભ્યો ત્યાં હાજર રહ્યા હતા.

