મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ 


SHARE









મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ 

મોરબી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી રવિવાર તા. ૨૦ થી લોહાણા સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રનો શુભારંભ થશે.

વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન કાર્યરત રહેશે.શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્રનુ સંચાલન હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ: લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨ ૧૮૪૧૫, કાશ્મીરાબેન કારીયા મો.૬૩૫૩૫ ૫૦૦૯૫, પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.૯૮૭૯૩ ૫૫૪૧૦, સુનિલભાઈ પુજારા મો.૯૮૭૯૩ ૯૬૬૨૦, નરેન્દ્રભાઈ પાઁઉ મો.૯૫૭૪૦ ૮૩૧૧૧, અનિલભાઈ ગોવાણી મો.૯૦૩૩૩ ૪૮૦૬૨ દ્વારા કરવામાં આવશે. અને માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.




Latest News