હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો


SHARE



































હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો

હળવદમાં રહેતો યુવાન રાણેકપર રોડ ઉપરથી પોતાના છોટાહાથી વહાણમાં ગાય ભરીને જય રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ છોટા હાથી વાહન ઉપર છુટા પથ્થરના ઘા કર્યા હતા જેથી કરીને છોટા હાથી વાહનનો આગળનો કાચ તૂટી ગયો હતો જેથી યુવાને પોતાનું વાહન ઉભું રાખતા તેને જમણા હાથના ખંભાના ભાગે પથ્થર લાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ બોલેરો ગાડીમાં આવેલા શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ખોડાભાઈ રમેશભાઈ ટોટા (25)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુરૂમુખસિંગ ભાદા રહે. ઢુવા રેલવે સ્ટેશન પાછળ વાંકાનેર તથા મહેન્દ્રસિંહ બંગા રહે. પટેલ સીરામીક પાસે હસનપર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના છોટાહાથી વાહનમાં હળવદના ખારી વાડીમાંથી ગાય ભરીને રાણેકપર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન મહર્ષિ ગુરુકુળના ગેટ પાસેથી તેઓ પોતાનું વાહન લઈને જતાં હતા ત્યારે બોલેરો પીકપ ગાડીમાં બંને આરોપીઓ આવ્યા હતા અને તેણે ફરિયાદીના છોટા હાથી ઉપર પથ્થરના છુટા ઘા કર્યા હતા જેથી ફરિયાદીના વાહનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને જેથી તેણે પોતાનું વાહન ઉભું રાખતા પથ્થરનો એક ઘા ફરિયાદીને જમણા ખભાના ભાગે લાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ બોલેરો ગાડીમાં આવેલા બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના રાપર ગામે રહેતા દિલીપભાઈ ધનજીભાઈ રાણવા (30) નામનો યુવાન માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થતા ઇજા પામેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
 
વૃધ્ધા સારવારમાં
મોરબીના બીલીયા ગામે રહેતા પ્રફુલાબેન ભગવાનજીભાઈ (60) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામના ઝાપા પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધાને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

















Latest News