હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો
વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો
SHARE









વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો
વાંકાનેરના જીનપરામાં રહેતા યુવાનને તેના પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે અગાઉ નાની નાની બાબતોમાં બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને જીનપરા જકાતનાકા પાસે યુવાન ચાની લારી નજીક હતો ત્યારે તેને ધોકા વડે માર માર્યો હતો અને અજાણ્યા બે શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા શેરી નં- 10 માં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા (35)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ જુમાભાઇ કુરેશી રહે. વાંકાનેર તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, આરોપી રફિકભાઈ તેઓના પાડોશમાં રહે છે અને અગાઉ નાની-નાની બાબતોમાં બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખીને રફિકભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોએ ગાળોબોલીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

