મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ એમ.બી.એ. માં અભ્યાસ માટે વિદ્યાર્થીને કરી ફી ની સહાય
મોરબીમાં કોલસા ચોરીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુકત
SHARE









મોરબીના ચકચારી કોલસા ચોરી પ્રકરણમાં બે આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે બંને આરોપીના જમીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા છે.
આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૨૧/૧/૨૦૨૫ ના એલ.સી.બી. મોરબી ધ્વારા જુના સાદુળકા જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મીનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેડ કરવામા આવી હતી અને વાહનો તથા કોલસા વિગેરે મળી ૧,૦૯,૫૫,૦૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ચાર ઈસમોની અટક કરી હતી અને કુલ નવ ઈસમો સામે કોલસા ચોરીની ફરીયાદ આપેલ હતી અને આ કેસમાં પોલીસે આરોપી રમેશ અનસિંહ વસુનીયા અને રાકેશ સવલાભાઈ વસુનીયાની અટકાયત કરી હતી અને કોર્ટ માં રજુ કરતા કોર્ટે બંન્ને આરોપીઓ ને જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ બંન્ને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી પ્રીન્સી. ડીસ્ટ્રીકટ જજ પી. વી. શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં કરી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝાની ધારદાર દલીલ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા ધ્યાને લઈ શરતોને આધીન ૨૫,૦૦૦ ના જામીન પર આરોપીઓને મુકત કરવાનો હુકમ કરેલ છે.

