મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો


SHARE































વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો

વાંકાનેરના જીનપરામાં રહેતા યુવાનને તેના પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે અગાઉ નાની નાની બાબતોમાં બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને જીનપરા જકાતનાકા પાસે યુવાન ચાની લારી નજીક હતો ત્યારે તેને ધોકા વડે માર માર્યો હતો અને અજાણ્યા બે શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા શેરી નં- 10 માં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા (35)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ જુમાભાઇ કુરેશી રહે. વાંકાનેર તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, આરોપી રફિકભાઈ તેઓના પાડોશમાં રહે છે અને અગાઉ નાની-નાની બાબતોમાં બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખીને રફિકભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોએ ગાળોબોલીને ઢીકાપાટુનો  માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સવિતાબેન મનજીભાઈ દલવાડી નામના મહિલાને સારવાર માટે લઈને આવ્યા હતા કેમ કે, તેઓ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે તળાવ પાસે રસ્તામાં ખાડો આવવાના કારણે બાઇકમાંથી પડી જતા તેમને જમણા પગમાં સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થઇ હતી આ બનાવની પોલીસને જાણ કરી છે
 
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રફિક ઉમરભાઈ સુમરા (25) નામનો યુવાન કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
 
તરુણ સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વોંકળા નજીક આશિત અજીતભાઈ આદ્રોજીયા (16) ગામનો તરુણ કોઈ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી











Latest News