મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ


SHARE













માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ

માળીયા મીયાણા તાલુકામાં ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા વચેટીયાને સુરેન્દ્રનગર એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો જે ગુનામાં હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.
 
જાણવા મળતી વિગત મુજબ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરી હતી જેથી એસીબી ટીમે માળીયાની ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈ વતી લાંચની રકમ સ્વીકારતા ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ માંગનાર કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં કોન્સ્ટેબલને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમિયાન આ ગુનાની તપાસ કરી રહેલા દ્વારકા એસીબીના પીઆઇ એ.સી.શર્માની ટીમ દ્વારા એક્ષેપીત કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર (27) રહે.ખાખરેચી તા.માળીયા મીંયાણા જી.મોરબી ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News