હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો
SHARE









હળવદમાં રહેતા યુવાનના છોટા હાથી વાહન ઉપર બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ કર્યો પથ્થર મારો
હળવદમાં રહેતો યુવાન રાણેકપર રોડ ઉપરથી પોતાના છોટાહાથી વહાણમાં ગાય ભરીને જય રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ છોટા હાથી વાહન ઉપર છુટા પથ્થરના ઘા કર્યા હતા જેથી કરીને છોટા હાથી વાહનનો આગળનો કાચ તૂટી ગયો હતો જેથી યુવાને પોતાનું વાહન ઉભું રાખતા તેને જમણા હાથના ખંભાના ભાગે પથ્થર લાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ બોલેરો ગાડીમાં આવેલા શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ખોડાભાઈ રમેશભાઈ ટોટા (25)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુરૂમુખસિંગ ભાદા રહે. ઢુવા રેલવે સ્ટેશન પાછળ વાંકાનેર તથા મહેન્દ્રસિંહ બંગા રહે. પટેલ સીરામીક પાસે હસનપર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના છોટાહાથી વાહનમાં હળવદના ખારી વાડીમાંથી ગાય ભરીને રાણેકપર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન મહર્ષિ ગુરુકુળના ગેટ પાસેથી તેઓ પોતાનું વાહન લઈને જતાં હતા ત્યારે બોલેરો પીકપ ગાડીમાં બંને આરોપીઓ આવ્યા હતા અને તેણે ફરિયાદીના છોટા હાથી ઉપર પથ્થરના છુટા ઘા કર્યા હતા જેથી ફરિયાદીના વાહનનો આગળનો કાચ તૂટી ગયો હતો અને જેથી તેણે પોતાનું વાહન ઉભું રાખતા પથ્થરનો એક ઘા ફરિયાદીને જમણા ખભાના ભાગે લાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ બોલેરો ગાડીમાં આવેલા બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

