મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી: પ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન


SHARE











મોરબી: પ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન

પ્રકૃતિના સંવર્ધનની સાથે તંદુરસ્ત જીવન અને આવકના મહત્વના સ્ત્રોત તરીકે ખેતીના ઉત્કર્ષ માટે આજના સમય ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની અગત્યતા દિવસેને દિવસે વધી રહી છે સરકાર ખેતીક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે પ્રાકૃતિક કૃષિને પણ આગવું મહત્વ આપવામાં આવી રહ્યું છે અને વધુને વધુ ખેડૂતોને રાસાયણિક ખેતીને અલવિદા કહી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.

મોરબીના લખધીરનગર (નવાગામ)ના ખેડૂત અશોકકુમાર પરેચા કે, જેમણે વર્ષ ૨૦૨૧ માં રાસાયણિક ખેતીને બદલે ગાય આધારિત ખેતી અપનાવી હાલ પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી લાખોમાં વળતર મેળવી રહ્યા છે તેમના ફાર્મને રાજ્ય સરકાર દ્વારાબી મોડલ ફાર્મ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેથી તેમના વિસ્તારના અનેક ખેડૂતો તેમની પાસેથી માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.

અશોકકુમાર પરેચા જણાવે છે કે, "હું બાગાયતી ખેતી અને પરંપરાગત ખેતી બંને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરું છું. બાગાયતમાં ખારેક ડ્રેગન ફ્રુટ અને સરગવો તથા તેમાં મિશ્રપાક તરીકે હળદર, કઠોળ વગેરે પાક લઉં છું. મગફળી અને તલના પાકમાં તેનું તેલ કઢાવી મૂલ્યવર્ધન કરું છું પ્રાકૃતિક ખેતીથી પકવેલ માલનું મૂલ્ય વર્ધન કરવાથી નફામાં પણ સારો એવો વધારો થાય છે.વર્ષ ૨૦૨૩ થી પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પા વગેરેમાં પૂરેપૂરી પારંગતતા મેળવી તેનો ઉપયોગ કરું છું.

ખેતપેદાશોના મૂલ્યવર્ધનથી સમૃદ્ધિનું સર્જનના સરકારના ધ્યેયને મોરબીના આ પ્રગતિશીલ ખેડૂત ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. મગફળી અને તલ જેવા પાકોમાં તેઓ તેનું તેલ કઢાવી અને વેચાણ કરે છે જેથી તેમને મગફળી કે તલ સીધું બજારમાં વેચવાની સરખામણીએ આવકમાં ઘણો વધારો થાય છે. ઉપરાંત આ તેલ માટે લોકો અગાઉથી જ ઓર્ડર લખાવે છે અને ભાવ પણ સારા મળે છે.






Latest News