મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ હળવદના અમરાપર શાળામાં બાળ સંસદ ચૂંટણી, બંધુનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત
Breaking news
Morbi Today

મોરબીના ટંકારા ખાતે તા.૨૫ ના ઔદ્યોગિક ભરતી મેળો, શ્રાવણ માસમાં સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ યોજાશે


SHARE

















મોરબી જિલ્લાના ટંકારા ખાતે આગામી તા.૨૫ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

શ્રાવણ માસમાં સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ યોજાશે


જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૫-૭-૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવાયું છે.
શ્રાવણ માસમાં સેવયજ્ઞ
 અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે ૨૫ જુલાઈથી થઈ રહી છે.આ પવિત્ર મહિનાનો પ્રારંભ થતા જ માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌસેવા હસ્તે ગયા વર્ષની જેમ  આ વર્ષે પણ આખો શ્રાવણ મહિનો મોરબીના સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને ઠંડી છાસ તથા સાંજે કઢી ખિચડી માલાબેન જીતેન્દ્ર ભાઈ કક્કડના સહયોગથી જમાડવામાં આવશે.તેમ માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અલ્પાબેન કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News