મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત


SHARE













મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત

મોરબીના લીલાપર રોડે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના આવસાના લાભાર્થી દ્વારા ભરવાની બાકી રકમ આગામી સાત દિવસમાં ભરવા માટે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરે અનુરોધ કર્યો છે.

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે. અને આખરી થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા આવાસની નિયત થયેલ સંપૂર્ણ રકમ મોરબી મહાનગરપાલિકામાં જમા કરવામાં આવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરવામાં આવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે આગામી ૭ દિવસમાં લાભાર્થીએ તેના કવાર્ટર માટે બાકી રહેતી રકમ મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી અને તેના આવાસની કબજો સંભાળી લેવા તેવો અનુરોધ ડેપ્યુટી કમિશનર દ્વારા કરવામાં આવે છે.




Latest News