મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે માનસ ધામ સોસાયટીમાં છરી સાથે આતંક મચાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના પીપળી ગામે માનસ ધામ સોસાયટીમાં છરી સાથે આતંક મચાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવવામાં આવ્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેના આધારે પોલીસે હાલમાં ખુલ્લી છરી સાથે શેરીમાં દેખારો કરનાર શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પીપળી પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં એક શખ્સ ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવી દેખાડો કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂળ મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી અને હાલમાં જૂની પીપળી ગામે માનસ ધામ સોસાયટીમાં રહેતા અંશુલસિંહ રવિસિંહ સોલંકી (30) નામના શખ્સ સામે પોલીસે જીપી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વરલી જુગારના આંકડા લેતા એક ઝડપાયો
મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નિમેષભાઈ અશ્વિનભાઈ મીરાણી (35) રહે વીસીપરા શેરી નંબર 13 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 1,050 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.






Latest News