મોરબીના પીપળી ગામે માનસ ધામ સોસાયટીમાં છરી સાથે આતંક મચાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબીના ઘુટુ ગામ પાસેથી પસાર થતી ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવ્યા, ત્રણ શખ્સની ધરપકડ
SHARE







મોરબીના ઘુટુ ગામ પાસેથી પસાર થતી ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવ્યા, ત્રણ શખ્સની ધરપકડ
હળવદ બાજુથી વાહનમાં ઘેટાં ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી જેના આધારે ઘુટુ ગામે આવેલ સ્મશાન નજીક વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકીને ચેક કરી હતી ત્યારે તેમાં 10 ઘેટા ભરવામાં આવેલા હતા અને તેના માટે કોઈ પાસ પરમિટ લેવામાં આવી ન હતી જેથી કરીને વાહન અને અબોલ જે મળીને કુલ 2 લાખની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા જયદીપભાઇ કિશોરભાઈ ડાવડા (24) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિશારઅહેમદ મહેમુદભાઈ ભટ્ટી (21) રહે ખાટકીવાડ પાસે મદીના મસ્જિદ ની બાજુમાં મોરબી, ઇનુસભાઇ સિકંદરભાઈ ભટ્ટી (52) રહે ધાંગધ્રા અને અકરમભાઈ દાઉદભાઈ ભટ્ટી (34) રહે ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂંટું ગામના સ્મશાન પાસેથી સુઝુકી કંપનીની કેર ગાડી નંબર જીજે 13 એએક્સ 2648 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા જેને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી 10 ઘેટા મળી આવ્યા હતા અને તેમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી અને ક્રૂરતા પૂર્વક તેને પાસ પરમિટ વગર લઈ જતા હોય અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબીના ટીંબડી પાસે રહેતા અબ્બાસભાઈ અલ્લારખાભાઈ મોવર (36) અને ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (28) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેમાં રણછોડભાઈને જડબાના ભાગે છરી લાગેલ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરીછે
મહિલા સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ગોપાલનગરમાં ગુરુકુળ પાસે રહેતા ગીતાબેન ઈશ્વરભાઈ મોરી (56) નામના મહિલા વાડીએથી બાઈકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બાઈકની સાથે કૂતરું આવતા બાઈકમાંથી તેઓ નીચે પડી ગયા હતા અને જેથી કરીને તેને ઢીંચણનું હાડકું ભાંગી જવાના કારણે સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવવાની પોલીસને જાણ કરવામાં આવી હતી
