મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે પારિતોષિક કાર્યક્રમ યોજાશે
મોરબીના ખાનપર ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુન્હાના બે આરોપીના જામીન મંજૂર
SHARE







મોરબીના ખાનપર ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુન્હાના બે આરોપીના જામીન મંજૂર
મોરબી જીલ્લાના ખાનપર ગામના ચકચારી લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં બંને ભાઈઓના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને લેન્ડમાર્ક જજમેન્ટને ધ્યાને લઈને બંને આરોપીને જામીન ઉપર જેલ મુક્ત કરવાનો મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ મથકે ખાનપર ગામના બે ખેડૂત ભાઈઓ પર કલેકટર મોરબીના હુકમથી ફરિયાદ નોંધાયેલ હતી કે મૂળ ફરિયાદીની ખેડવાણ જમીન પર આરોપીઓ દ્વારા ૨૦૨૧ ના વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. ગુન્હાના કામે પોલીસ દ્વારા પ્રકાશભાઈ તળશીભાઈ જીવાણી રહે. ખાનપર તથા કલ્પેશભાઈ તળશીભાઈ જીવાણી રહે હાલ. રવાપર, મૂળ રહે. ખાનપર વાળા બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા એડ્વોકેટ જયદીપ જે. ઘોડાસરા, ધ્રુવીલ ભીમાણી તથા નિકીતા વી. વામજા મારફતે બંને આરોપીઓની જામીન અરજી દાખલ કરી હતી. જેમાં આરોપીઓની એડવોકેટ પેનલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી જેથી એડવોકેટનની દલીલો તથા લેન્ડમાર્ક જજમેન્ટને ધ્યાને લઈ અદાલત દ્વારા બંને આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલ છે
