હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો


SHARE



































મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના ટીંબડી, ધરમપુર, નવી ટીંબડી સહિત ૩ ગામની આંગણવાડી નો (રામદેવપીરનું મંદિર વાડી) ટીંબડી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૫ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના મોરબી દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા, સગર્ભામાતા, બાળક અને પરીવારને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ટીંબડી, ધરમપુર ગામના સરપંચ, ગ્રામપંચાયતના મંત્રી શાળાના આચાર્ય, શિક્ષકો, મોરબી ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, પૂજાબેન ઝાટકિયા, આંગણવાડીના વર્કર દિવ્યાબેન ત્રિવેદી, (ટીંબડી) ઉર્મિલાબેન માકાસણા (ધરમપુર) ગાયત્રીબેન રામાનંદી (નવી ટીંબડી)  તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપેલ. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કેળા) નું વિતરણ કરવામાં આવેલ છે


















Latest News