મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને વાંકનેર તાલુકામાં આધેડનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીમાં યુવાન અને વાંકનેર તાલુકામાં આધેડનું હાર્ટ એટેકથી મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને તેમજ વાંકાનેરના મેસરિયા પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા આધેડને છાતીમાં દુખાવો પડ્યા બાદ ગભરામણ થવા લાગી હતી અને તે બંને હાર્ટ અટેકનો હુમલો આવી જવાના કારણે તે બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા જે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં હનુમાનજી મંદિર પાસે રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (39)ને ગઈકાલે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ અટેકથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પિતા નટુભાઈ નાગજીભાઈ સારેસા (64)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકામાં મેસરિયા નજીક આવેલ લેટીસ જીન કેર કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને કામ કરતા પૃથિરાજ કુંભાર કુમારા મણી કુંભાર (57) નામના આધેડને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ગભરામણ થવા લાગતા તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન હાર્ટ અટેક આવી જવાના કારણે તે આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News