મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી ચાંચાપર અને ખાનપર વચ્ચે ત્રીપલ સવારી બાઈક સ્લીપ થઈને ખાંભલા સાથે અથડાતા એકનું મોત : બે સારવારમાં


SHARE















મોરબી ચાંચાપર અને ખાનપર વચ્ચે ત્રીપલ સવારી બાઈક સ્લીપ થઈને ખાંભલા સાથે અથડાતા એકનું મોત : બે સારવારમાં

મોરબીના ચાંચાપર અને ખાનપર ગામની વચ્ચે ગઈકાલે સાંજે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઇક જતું હતું ત્યારે વણાંકમાં સ્લીપ થઈને બાઈક ખાંભલા સાથે અથડાયું હતુ.આ અકસ્માત બનાવમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે બે લોકોને ઇજા થતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે..

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના અને હાલ મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલ એલિફન્ટ નામના પ્લાસ્ટિક યુનિટમાં મજૂરી કામ કરતા સતિષભાઈ શંકરભાઈ રાઠોડ (ઉમર ૨૭), નિતીન છગનભાઈ (ઉમર ૩૭) તથા રમેશભાઈ રાવત (ઉંમર ૫૦) હાલ ત્રણેય રહે.થોરાળા તા.મોરબી મૂળ દાહોદ વાળાઓ કોઈ કારણોસર ગઇકા તા.૨૩-૭ ના સાંજે છએક વાગ્યાના અરસામાં બાઈકમાં ત્રીપલ સવારીમાં જઈ રહ્યા હતા અને તેઓ ચાંચાપર અને ખાનપર ગામ વચ્ચેથી જતા હતા ત્યાં વણાંકમાં મામાદેવના મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને બાઈક થાંભલાની સાથે અથડાયું હતું.આ વેળાએ સતિષભાઈ રાઠોડ બાઈક ચલાવી રહ્યા હતા જેઓનું આ અકસ્માત બનાવમાં શરીરે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે મોત થયું હતું.અને તેમના ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યું હતું.જ્યારે તેની સાથે રહેલા રમેશભાઈ રાવત તથા નીતિન છગનભાઈ નામના બે લોકોને ઈજા થયેલ હોય બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવી હતી અને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના પીએસઆઇ એ.બી.મિશ્રા તથા સ્ટાફ દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાદી રેતી, હાડ મોરમ સહિતના ખનીજની ભારે માત્રામાં હેરફેર થતી જોવા મળે છે.અનેક ભારે વાહનોમાં નંબર પ્લેટ વગર પણ આવા ખનીજ ભરીને વાહનો દોડતા હોય તેવું અનેક વખત સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે.દરમિયાનમાં ખાતા દ્વારા કામગીરી દેખાડવા કાર્યવાહી થતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હોવાનું લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે.તેવામાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં માઈન સુપરવાઇઝર વી.એચ. કંદોઇ દ્વારા મોરબીના આનંદનગર પાસેથી ચાઇના કલે ભરેલ વાહન નંબર જીજે ૩૬ ટીએ ૨૨૮૪ ને તથા લક્ષ્મીનગર ગામ પાસેથી સાદી રેતી ભરેલ વાહન નંબર જીજે ૩૭ યુ ૬૧૧૧ ને પકડવામાં આવ્યું હતું.તે રીતે જ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંદીપ ડોડીયા દ્વારા લક્ષ્મીનગર ગામ પાસેથી સાદી રેતી ભરેલા બે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.જેમાં જીજે ૨ એટી ૭૫૯૦ તથા જીજે ૧૦ ટીવાય ૦૧૦૧ ને પકડવામાં આવ્યા હતા અને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા મીંયાણા ખાતે રહેતો મુખ્તાર હૈદરભાઈ માલાણી નામનો ૨૧ વર્ષનો યુવાન માળિયામાં આવેલ અલી મસ્જિદ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા સારવાર માટે ઓમ ઓર્થોપેજીક હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે ચોટીલાના આણંદપુર નજીક આવેલ કંથારિયા ગામના મુન્નાભાઈ લવજીભાઈ પરમાર નામનો ૩૮ વર્ષનો યુવાન ગોંડલના ઘોઘાવદર રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યાં અજાણ્યા પ્રાણી સાથે વાહન અથડાતા ઇજા પામતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ ટંકારાના હડમતીયા ગામે વણાંકમાં બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં કલ્પેશ ગુલાબભાઈ કટેસિયા (૨૩) રહે.ચોટીલા ને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયાના મોટા ભેલા ગામે રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની પ્રિયા અલ્પેશભાઈ નાયક નામની પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ભેલા ગામે ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે






Latest News