મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં શાંતાબેનના 1 અને સાગરના 4 દિવસના રિમાન્ડ મંજૂર: મહિલા આરોપી તાજના સાક્ષી બનવા માટે તૈયાર


SHARE











મોરબીના 602 જમીન કૌભાંડમાં શાંતાબેનના 1 અને સાગરના 4 દિવસના રિમાન્ડ મંજૂર: મહિલા આરોપી તાજના સાક્ષી બનવા માટે તૈયાર

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં સીઆઇડીના અધિકારી રજૂ કર્યા હતા અને બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના જે ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના 1 દિવસના અને બીજા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીન કૌભાંડની માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે મહિલા સહિત બે લોકોની સામે નામ જોગ અને તપાસમાં જેના નામ સામે આવે તે રીતે ફરિયાદ લેવામાં આવી હતી અને આ ગુનાની તપાસ સીઆઇડીની ટિમ કરી રહી છે તેવામાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (70) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રબારી (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને આ બંને આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મહિલા આરોપી શાંતાબેનના વકીલ તરીકે દિલિપભાઈ આગેચાણિયા અને રાહુલ ગોલતર દ્વારા સુપ્રીમ કોર્ટનું ડી.કે.બસુનું જજમેંટ રજૂ કરવામાં આવ્યું હતું અને દલીલ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપી શાંતાબેન પરમારના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપી સાગર સાવધારના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી પોલીસે આ ગુનાના મૂળ સુધી જવા માટે અને મુખ્ય આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે. ઉલેખનીય છે મહિલા આરોપીએ અગાઉ હાઇકોર્ટમા પોતે નિર્દોષ છે અને તાજના સાક્ષી બનવા માટે તૈયાર છે તેવું સોગંદનામું કર્યું હતું તેની કોપી આજે મોરબીની મોરબીની કોર્ટમાં મહિલા આરોપીના વકીલ દ્વારા આપવામાં આવેલ છે અને આ સોગંદનામાંમાં કોનો શું રોલ છે અને કોને તેની સાથે શું કર્યું છે તે સહિતની માહિતી આ મહિલા આરોપી દ્વારા લખવામાં આવી હોવાનું આરોપી મહિલાના વકીલ પાસેથી જાણવા મળ્યું છે. તેમજ મહિલા આરોપી આ ગુનામાં તાજના સાક્ષી બનવા માટે પણ તૈયાર છે તેવું તેના મહિલા આરોપીના વકીલે કોર્ટમાં  જણાવ્યુ છે






Latest News