કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ
હળવદના રાતભેર ગામે જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સો પકડાયા, પાંચ નાશી ગયા
SHARE








હળવદના રાતભેર ગામે જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સો પકડાયા, પાંચ નાશી ગયા
હળવદના રાતભેર ગામે પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને ત્યારે પોલીસે સ્થળ ઉપરથી બે શખ્સોને 11,200 ની રોકડ સાથે ઝડપી લીધા હતા જો કે, પાંચ શખ્સો ભાગી ગયા હોય તેને પકડવા માટે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલ શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી વિપુલભાઈ વરસીંગભાઇ કેરવાડીયા (35) અને વનરાજભાઈ નાગજીભાઈ ચૌહાણ (40) રહે. બંને રાતાભેર વાળાની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી કુલ મળીને 11,200 ની રોકડ કબજે કરવામાં આવી હતી. જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા શખસોમાં ભુપતભાઈ હનુભાઈ મકવાણા, સામતભાઈ રામજીભાઈ કેરવાડીયા, મુન્નાભાઈ કાળુભાઈ કેરવાડીયા, સંજયભાઈ નાથાભાઈ કેરવાડીયા અને નવઘણભાઈ તેજાભાઈ કુણપરા રહે બધા રાતાભેર વાળાનો સમાવેશ થાય છે જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ સાત શખ્સો સામે જુગારનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના પાંચ આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
