મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ઘરમાંથી 30 બોટલ દારૂ ઝડપાયો: બે આરોપીની શોધખોળ


SHARE













મોરબીના વજેપરમાં ઘરમાંથી 30 બોટલ દારૂ ઝડપાયો: બે આરોપીની શોધખોળ

મોરબીના વજેપર શેરી નં. 11 માં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 30 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 69,240 ની કિંમતનો દારૂ તથા 30 હજાર રૂપિયાની કિંમતનું એક વાહન કુલ મળીને 99,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં પોલીસે બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં. 11 માં રહેતા હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 30 બોટલો મળી આવી હોય પોલીસે 69,240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો તેમજ એક સ્કૂટર નંબર જીજે 3 ડીજે 5010 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 99,240 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જો કે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા રહે. વજેપર શેરી નં. 11 તથા અમિતભાઈ મોહનભાઈ ભાનુશાળી રહે. કાલીકા પ્લોટ મેઇન રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News