મોરબીના વજેપરમાં ઘરમાંથી 30 બોટલ દારૂ ઝડપાયો: બે આરોપીની શોધખોળ
મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે
SHARE







મોરબીનો નેહરુ ગેટ ટાવર દરરોજ નયનરમ્ય લાઈટોથી જગમગશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની શાન ગણાતા નેહરુ ગેટનું દરરોજ નયનરમ્ય લાઈટો વડે ભવ્ય રીતે સુશોભન કરવામાં આવે છે. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા હાલમાં લાઈટ શેડ્યુલમાં નવું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. જેથી દરરોજ નેહરુ ગેટને અલગ-અલગ રંગોની લાઈટોથી સજ્જ જોવા મળશે. જેમાં સોમવાર લાલ રંગ, મંગળવાર સફેદ રંગ બુધવાર લીલો, ગુરુવાર પીળો રંગ, શુક્રવાર નિલો (બ્લૂ) રંગ શનિવાર કેસરી રંગ રવિવાર રાષ્ટ્રધ્વજ આધારિત ત્રિરંગી લાઈટ થી નહેરુ ગેઇટ જગમગશે. જેથી આ વિઝ્યુઅલ આકર્ષણ નગરજનો અને મુલાકાતીઓ માટે રોઝ રળિયામણું અને મનોહર દ્રશ્ય બની રહેશે.
