મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી મનપાની ટીમે ૬૩૯ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો કર્યો નિકાલ


SHARE













મોરબી મનપાની ટીમે ૬૩૯ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો કર્યો નિકાલ

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા ટેન્ડર મુજબનું મટિરિયલ આવ્યા બાદ મોરબીમાં લાઈટો ચાલુ કરવાનું તેમજ લાઈટો રીપેર કરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને જયા જરૂર લાગે ત્યાં લાઈટો બદલીને નવી લાઈટો નાખવામાં આવી રહી છે તેવામાં મહાપાલિકામાંથી મળતી માહિતી મુજબ તા. ૯ થી ૨૨ સુધીમાં કુલ ૬૩૯ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકામાં તા. ૨૨ સુધી આવેલ ફરિયાદો પૈકી ઘણી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે જેમા કુલ આવેલ ફરિયાદો ૪૨૫0 ફરિયાદો પૈકી ૩૩૯૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. જેમાં ૨૫ w ની ૧૧૦૦ નવી લાઇટો નાખવામાં આવી અને તે પૈકી જરૂર જણાતી ૬૦૦ લાઇટો રીપેર કરીને ચાલુ કરવામાં આવી અને ૧૧૦ w ની ૨૦૦ નવી લાઈટો નાખવામાં આવેલ છે જેમાં મોટા ભાગના વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે જેવા કે લાયન્સ નગર, રણછોડનગર, લાતી પ્લોટનો મોટાભાગનો વિસ્તાર, ગાયત્રી નગર, ગાંધી સોસાયટી, બુધ નગર, ભડિયાડ રોડ, સો ઓરડી મેં રોડ, સોમૈયા સોસાયટી, રામ પાર્ક, યમુના નગર તથા મોરબી શહેરના મહત્વના રોડ અને અન્ય વિસ્તારોને લાઇટો નાખી તેમજ જરૂર જણાએ બદલી ચાલુ કરવાંમાં આવી છે 




Latest News