વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે કારખાનામાં આગ લાગતા તૈયાર માલ-શેડ વિગેરે બળીને ખાખ: કરોડોનું નુકશાન
SHARE








વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે કારખાનામાં આગ લાગતા તૈયાર માલ-શેડ વિગેરે બળીને ખાખ: કરોડોનું નુકશાન
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે સીરામીકના કારખાનામાં ગઈકાલે મોડી રાતના સમયે આગ લાગવાની ઘટના બની હતી ત્યારે કારખાનાના સેડમાં રાખવામા આવેલ તૈયાર માલ તથા એક્સપોર્ટ માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ માલ અને કારખાના શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોકે સદ્નસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી પરંતુ કારખાનેદારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે
મોરબી જિલ્લાની ચારે બાજુએ ઔદ્યોગિક એકમો આવેલ છે તેમ છતાં પણ અહીં ફાયરના ટાંચા સાધનો હોવાના કારણે જ્યારે જ્યારે આગ અકસ્માતની ઘટના બને ત્યારે બીજા જિલ્લામાંથી ફાયરના વાહનો આવે ત્યાં સુધી કારખાનેદારોએ પોતાના કારખાનાની અંદર પોતાની મિલકત અને માલને નજર સામે બળીને ખાખ થતી જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેઓ જ ઘાટ વધુ એક વખત મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીક જોવા મળ્યો છે.
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આવેલ એક્વા ટોપ સેનેટરી નામના કારખાનામાં ગઈકાલે મોડીરાત્રીના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવવાની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોરબીના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ વિકરાળ બની ગઈ હોવાના કારણે રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી.
મોરબી અને રાજકોટના ફાયર વિભાગે રાતથી લઈને સવાર સુધી આગને કાબુમાં લેવા માટે થઈને સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો ત્યારે આગ કાબુમાં આવેલ છે જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કારખાનાનો શેડ તેમજ કારખાનાની અંદર રાખવામાં આવેલ એક્સપોર્ટ માટેનો તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો ત્યારબાદ આગ કાબુમાં આવી હતી અને સૂત્રોના કહેવા પ્રમાણે આગ લાગવાની ઘટનામાં કારખાનેદારને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.
