હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી


SHARE

































મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી

મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના મેઇન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના  દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1,96,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય બે લોકોના ઘરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મધુવન સોસાયટીના બ્લોક નંબર એ-33 માં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (67)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 23/7 ના રાત્રીના 11:00 વાગ્યાથી લઈને તા. 24/7 ના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તસ્કર દ્વારા તેઓના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેઓના રહેણાંક મકાન તથા અન્ય બે સાહેદના મકાનમાં પણ ચોરી કરવામાં આવેલ છે જો કે, ફરિયાદીના ઘરે દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરની અંદર આરોપીએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,96,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, તે પોતાન ઘરે ઉપરના ભાગે સૂતા હતા ત્યારે અજાણ્યા ચોરે તેઓના ઘરમાં નીચેના ભાગના દરવાજાના તાળાં તોડીને પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને ઘટનાને અંજામ આપવામાં આવેલ છે.


















Latest News