મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે શખ્સોએ વૃદ્ધને રોકીને મારમારીને આપી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીના ઘૂટું ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે શખ્સોએ વૃદ્ધને રોકીને મારમારીને આપી મારી નાખવાની ધમકી

મોરબીના ઘૂટું ગામે રહેતા વૃદ્ધ પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અગાઉ વાડીએ ખરાબામાં ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેને રસ્તામાં રોકીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ધોકા વડે મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ ડારમાડાડાના મંદિરની પાછળના ભાગમાં રહેતા રતિલાલ ચતુરભાઈ દંતેશરિયા (73)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આસીફ અલ્લારખાભાઇ સેવંગીયા અને વસીમ સેવંગીયા રહે. બંને ઘૂટું ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આસીફ સાથે અગાઉ ખરાબમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને તેણે ફરિયાદીને ગાળો આપીને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો તેમજ વસીમે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News