મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે શખ્સોએ વૃદ્ધને રોકીને મારમારીને આપી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીના ઘૂટું ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે શખ્સોએ વૃદ્ધને રોકીને મારમારીને આપી મારી નાખવાની ધમકી

મોરબીના ઘૂટું ગામે રહેતા વૃદ્ધ પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અગાઉ વાડીએ ખરાબામાં ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખા રાખીને બે શખ્સો દ્વારા તેને રસ્તામાં રોકીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ધોકા વડે મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ ડારમાડાડાના મંદિરની પાછળના ભાગમાં રહેતા રતિલાલ ચતુરભાઈ દંતેશરિયા (73)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આસીફ અલ્લારખાભાઇ સેવંગીયા અને વસીમ સેવંગીયા રહે. બંને ઘૂટું ગામ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આસીફ સાથે અગાઉ ખરાબમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને તેણે ફરિયાદીને ગાળો આપીને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો તેમજ વસીમે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News