મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી


SHARE











મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને 1.96 લાખની ચોરી

મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના મેન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના  દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1,96,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય બે લોકોના ઘરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો. જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં નેશનલ હાઈવે રોડની બાજુમાં આવેલ મધુવન સોસાયટીના બ્લોક નંબર એ-33 માં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા (67)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 23/7 ના રાત્રીના 11:00 વાગ્યાથી લઈને તા. 24/7 ના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે તસ્કર દ્વારા તેઓના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેઓના રહેણાંક મકાન તથા અન્ય બે સાહેદના મકાનમાં પણ ચોરી કરવામાં આવેલ છે જો કે, ફરિયાદીના ઘરે દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરની અંદર આરોપીએ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,96,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, તે પોતાન ઘરે ઉપરના ભાગે સૂતા હતા ત્યારે અજાણ્યા ચોરે તેઓના ઘરમાં નીચેના ભાગના દરવાજાના તાળાં તોડીને પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને ઘટનાને અંજામ આપવામાં આવેલ છે.






Latest News