મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો-કાર્યકરોની બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો-કાર્યકરોની બેઠક યોજાઇ

મોરબીમાં આવેલ જલારામ મંદિર ખાતે ગઇકાલે રાતે સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સહિતના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી.

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે રાતે કૃષ્ણ જન્માષ્ટમીના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આઆવ્યું હતું જેમાં શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. અને મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન તેમજ સનાતનની હિન્દુ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારે ખાસ કરીને અલગ અલગ સંગઠન અને સર્વે સનાતનની હિન્દુ સમાજ દ્વારા જુદાજુદા ધાર્મિક પ્લોટ્સ બનાવવામાં આવશે અને મોરબીના રાજમાર્ગો ઉપર 19 મટકી ફોડના કાર્યક્રમ થશે આમ મોરબીમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અત્યારથી જ સક્રિય કાર્યકર્તા તથા અધિકારી હિન્દુ યોદ્ધાઓને શોભાયાત્રાના આયોજન માટેના કામે લાગી જવા આહ્વાન કર્યું હતું તેવું માહિતી સર્વે હિન્દુ સંગઠન કન્વીનર કમલેશભાઈ બોરીચાએ આપી છે.




Latest News