મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો નવો બ્રીજ મંજુર


SHARE











મોરબીમાં મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો નવો બ્રીજ મંજુર

મોરબીમાં મચ્છુ નદી ઉપર હાલમાં બે બ્રિજ લોકોને આવવા જવા માટે બનાવવામાં આવેલ છે તે ઉપરાંત લોકોની સુવિધામાં વધારો કરવા માટે સરકારમાંથી વધુ એક બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે અને મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો આ નવો બ્રીજ બનશે જેનાથી લોકોની સુવિધામાં વધારો થશે.

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની અખબાર યાદીમાં જણાવ્યુ છેકે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપરથી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે. મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે ડીપીઆર બનાવી સરકારમાં મોકલવ્યો હતો જે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ૩૯.૩૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે જેથી કરીને અંદાજીત ૧૬ ગાળા અને ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ ૧.૫૦ મીટરની ફુટપાથ આ બ્રિજ ઉપર બનશે. આ બ્રીજ શાંતિવન આશ્રમથી શરૂ થઇ મોરબી-ર વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પૂર્ણ થશે આ યોજના પૂર્ણ થતા વી.સી.પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી-૨ થી વિશીપરામાં આવા-જવાનો ઉપયોગ થતા ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે આમ આ યોજનાથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે. તેવી માહિતી મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યુ હતું.






Latest News