હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી શહેર અને માળીયા તાલુકામાં જુગારની ચાર રેડમાં 7 શખ્સ પકડાયા


SHARE

































મોરબી શહેર અને માળીયા તાલુકામાં જુગારની ચાર રેડમાં 7 શખ્સ પકડાયા

મહેન્દ્રનગર ગામે નાયરાના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને પકડવા આવેલ છે તેમજ મોરબી અને માળીયામાં વરલી જુગારની ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ ચાર શખ્સને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ગામે નાયરાના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિરેનભાઈ અમૃતલાલ વસીયાણી (42) રહે. મહેન્દ્રનગર, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા (59) રહે. ઉમા ટાઉનશીપ રોયલ હાઇટ્સ મોરબી, મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા (58) રહે. મહેન્દ્રનગર તથા સુરેશભાઈ દેવશીભાઈ ઝાલરીયા (55) રહે. રવાપર રોડ વિહાન વીલા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,400 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે

વરલી જુગાર

મોરબીમાં વાઘપરા શેરી નં- 8 ના ખૂણા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા જ્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દિપકભાઈ રામજીભાઈ કારીયા (51) રહે વાઘપરા શેરી નં- 8 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી રોકડા 4,000 રૂપિયા કબજે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો

માળીયા તાલુકામાં વરલી જુગારની ત્રણ રેડ

માળીયાના વવાણિયાથી બગસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ઈરફાનભાઇ સબીરભાઈ પઠાણ રહે. વવાણીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયા રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. જયારે બીજી રેડ માળીયાની મેન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં કરી હતી ત્યાંથી સમીરભાઈ ઉમરભાઈ મોવર (20) રહે. માળિયા વાળો 450 ની રોકડ સાથે ઝડપાયો હતો આ ને ત્રીજી રેડ ખાખરેચી ગામના પાટીયા પાસે કરી હતી ત્યાં સિકંદરભાઈ કરીમભાઈ પલેજા (27) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ ત્રણેય જુગારના ગુના માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News