મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તાર સહીત બે શાળાઓમાં ડો.હસ્તીબેનના કેમ્પ યોજાયા


SHARE













મોરબીના વાડી વિસ્તાર સહીત બે શાળાઓમાં ડો.હસ્તીબેનના કેમ્પ યોજાયા

ગત તા.૨૫ અને ૨૭ જુલાઇ એમ બે કેમ્પ યેજાયા હતા.જેમાં ડૉ.હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના ૧૮૯ અને ૧૯૦ માં કેમ્પોના સૌજન્ય માતુશ્રી ચારૂમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ઘૂંચરવાડી પ્રાથમિક શાળા વાવડી રોડ, મોરબી ખાતે તેમજ યુનિક  સ્કૂલ, ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ ખાતે એક દિવસીય કેમ્પોના આયોજન કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત  કુલ સો થી પણ વધુ દર્દીઓને તપાસી, વજન કરીને જરૂરીયાત મુજબ ત્રણ દિવસની દવાઓ આપવામાં આવી હતી. ૬૦ થી વધુ દર્દીઓનું બ્લડ સુગર  તેમજ ૮૦ થી વધુ લોકોનું બીપી ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા ૬૦ પણ વધુ વા, સાંધા, કમર , હાથ-પગ, હાડકાં દુઃખાવાના દર્દીઓને કુદરતે આપેલ પોઇન્ટ સારવાર આપીને દર્દીઓને રાહતની લાગણીનો અનુભ કરાવ્યો હતો.આ કેમ્પ સફળ બનાવવા માટે મનુભાઈ જાકસાણીયા, રતિલાલભાઈ ભાલોડિયા, જયેશભાઈ કાલરીયા તેમજ ઉમા ટાઉન શીપ સમગ્ર  રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ.સહાયક રશ્મિભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી, કુ.કોશિકા રાવલ, જીગ્નેશભાઈ કોઠારીએ સેવા આપી હતી.




Latest News