મોરબી શહેર અને માળીયા તાલુકામાં જુગારની ચાર રેડમાં 7 શખ્સ પકડાયા
મોરબીના પાવડિયારી નજીકથી 325 લિટર દેશી દારૂ સાથે ચાર પકડાયા, માલ આપી ગયેલ મહિલા સહિત બેની શોધખોળ
SHARE







મોરબીના પાવડિયારી નજીકથી 325 લિટર દેશી દારૂ સાથે ચાર પકડાયા, માલ આપી ગયેલ મહિલા સહિત બેની શોધખોળ
મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારીથી આગળના ભાગમાં આવેલ સેનેટરીના કારખાનાની પાછળના ભાગમાં નવા બનતા કારખાનાની દિવાલ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 325 લિટર દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બાઈક સહિત કુલ મળીને 75 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત કુલ છ વ્યક્તિ સામે ગુનો નોંધી બે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ પર આવેલ પાવરીયારીથી આગળના ભાગમાં કજારીયા કેરોવીટ સેનેટરી કારખાનાની પાછળના ભાગમાં નવા બનતા કારખાનાની દિવાલ પાસે તળાવના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 325 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 65 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક જેની કિંમત 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી દિલાવરભાઈ દાઉદભાઈ મોવર (32) રહે. હાલ રણછોડ નગર નિધિ પાર્ક સોસાયટી મોરબી, ફિરોજભાઈ કાસમભાઇ નારેજા (27) રહે. સણવા ગામ તાલુકો રાપર, મુબારકભાઈ જુસબભાઈ નારેજા (25) રહે. સણવા ગામ તાલુકો રાપર અને ઈસ્માઈલભાઈ વલીમામદભાઇ સમા (40) રહે. સુરજબારી ગામમાં નિશાળની બાજુમાં તાલુકો ભચાઉ વાળા સ્થળ ઉપરથી મળી આવ્યા હોય તેની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ દારૂનો જથ્થો ઈકબાલભાઈ ગુલમામદ માણેક રહે. વીસીપરા મોરબી તથા મુન્ની સંધિ નામની મહિલા આપી ગયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય પોલીસે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને મહિલા સહિત બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
બે બોટલ દારૂ
મોરબીમાં આવેલ વસંત પ્લોટ મહાવીર ફરસાણ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,200 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી હિતેશભાઈ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (36) રહે. નવા ડેલા રોડ અશોક પાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
