મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજ ખાતે CA-CS પરીક્ષાની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની મેડિકલ કોલેજ ખાતે CA-CS પરીક્ષાની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે મોરબીની મેડિકલ કોલેજ ખાતે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને CS (કંપની સેક્રેટરી) પરીક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની કોલેજો અને ધો. 12 ના કોમર્સ પ્રવાહના કુલ 105  તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમ ડીડીઓ જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને CA અને CS પરીક્ષાઓ વિશે માહિતગાર કરવાનો અને તેમને આ પરીક્ષાઓની તૈયારી માટે પાયાની જરૂરિયાતો તેમજ આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. ત્યારે ડીડીઓએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા આ માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ પરીક્ષાઓ માટે જરૂરી અભ્યાસ સામગ્રી, પુસ્તકાલયની સુવિધા અને સંદર્ભ માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરાવવાના આયોજન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટથી પધારેલા CA અને CSના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને પરીક્ષાના માળખા અને તૈયારીની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. CA રાજ મારવાણીયાCA પરીક્ષા વિશે અને CS શિવમ ભટ્ટ દ્વારા CS પરીક્ષા વિશે ખૂબ જ સરળ, સાહજિક અને સચોટ માર્ગદર્શન પૂરું પાડી મોરબી જિલ્લાના તેજસ્વી બાળકોને આ પરીક્ષાઓ માટે અભિમુખ કર્યા હતા. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતાપ્રાસંગિક ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News