મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ મોબાઈલ હેક કરીને 2.25 લાખની ઠગાઇ
માળીયા (મી)ના મોટા દહીસરા નજીક પોતાની જ ઉપર રૂપિયા-હથિયાર આપીને ફાયરિંગ કરાવનાર મોરબીના બિલ્ડરની ધરપકડ બાદ જેલ હવલે
SHARE








માળીયા (મી)ના મોટા દહીસરા નજીક પોતાની જ ઉપર રૂપિયા-હથિયાર આપીને ફાયરિંગ કરાવનાર મોરબીના બિલ્ડરની ધરપકડ બાદ જેલ હવલે
માળીયા (મી)ના મોટા દહીસરા ગામ પાસે મોરબીના બિલ્ડર ઉપર ફાયરિંગની ઘટના પહેલા સામે આવી હતી અને ત્રણ ગોળી વાગી હોવાથી બિલ્ડર સારવારમાં હતો દરમ્યાના માળીયામાં નોંધાયેલ ફરિયાદના આધારે તપાસમાં બિલ્ડરે લેણદારોથી બચવા માટે પોતાની જાતે રૂપિયા અને હથિયાર આપીને પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જે ગુનામાં પહેલા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી આ ગુનામાં માળીયા પોલીસે હાલમાં કાવતરું કરનાર મોરબીના બિલ્ડરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મૂળ હજનાળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગામી (46)એ અગાઉ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તે માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ પાસે પોતાની ગાડી ઉભી રાખીને તે ઉભો હતો દરમિયાન કોઈ અજાણ્યા 30 વર્ષના શખ્સે ત્યાં આવીને તેની ગાડીનો કાચ ખોલાવ્યો હતો અને ત્યારે બાદ ફરીયાદીને ગાળો આપી હતી ત્યારે ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા અજાણ્યા શખ્સે તેના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેથી ગોળી વાગતા તે પોતાની કાર લઇને મોરબી બાજુ આવ્યા હતા અને ત્યાર બાદ તેણે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે પરેશ ગોપાલભાઈ ઉઘરેજા રહે. પંચાસર મોરબી તથા મકસુદ મહમદભાઈ નકુમ રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોની પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, ફરિયાદી પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી લેણદારોને પૈસા ન ચૂકવવા પડે તે માટે ફાયરિંગ કરવા પરેશને કહ્યું હતું અને મકસુદ નકુમને આ કામ માટે ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ બંને આરોપી પાસેથી પોલીસે પિસ્તોલ અને રોકડા રૂપિયા વિગેરે મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, હાલમાં આ ગુનામાં માળિયા મીયાણા (મી) તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબારની સૂચના મુજબ સ્ટાફ દ્વારા પોતાની જ ઉપર ફાયરિંગ કરવા માટેનું કાવતરું કરનારા આરોપી મોરબીના બિલ્ડર અને ફરિયાદી તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગામી (46) રહે. કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે પ્રમુખ એપાર્ટમેન્ટ મોરબી વાળાની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે જેલ હવાલે કરેલ છે.
મશીનમાં હાથ આવી ગયો
મોરબીના બેલા ગામ પાસે આવેલ બાલાજી પોલી ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા અને કામ કરતા જીતેન્દ્રભાઈ રમેશભાઈ ગરવાલ (19) નામના યુવાનનો કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી માટે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જેપુર ગામ પાસે આવેલ શાંતિનગરમાં રહેતા ધર્મેન્દ્ર રાધેશ્યામકુમાર (17) નામનો તરુણ બગથળાથી ખાનપર જવાના રસ્તા ઉપર બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ તરુણને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
