મોરબીના પીપળીયા ગામે સીમમાં ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં
મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ
SHARE
મોરબીમાં આડેધડ એઠવાડ-કચરાનો નિકાલ ગૌવંશ માટે બને જીવલેણ
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગ યોજાય છે અને લોકો આડેધડ ગમે ત્યાં એઠવાડ અને કચરા ફેંકે છે જેથી કરીને તેમાં ખોરાક ખાવા માટે ગૌવંશ જાય છે અને પ્લાસ્ટિક સહિતના કચરા ગૌવંશના પેટમાં જવાથી તે તેના માટે જીવલેણ સાબિત થાય છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ પીપળી રોડ પાસે નિરાધાર ગૌ શાળા તરફ પાવર હાઉસ સુધીના વિસ્તારમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરવામાં આવે છે અને પ્રતિષ્ઠ ભણેલ, ગણેલ અને સધ્ધર વ્યક્તિઓ ગામડાના અભણ લોકો પણ ન કરે તેવુ કૃત્ય કરી રહ્યા છે ત્યારે જાહેરમાં એઠવાડ-કચરા ફેંકતા લોકો ગૌવંશનું હિત ધ્યાનમાં રાખીને જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરે તેવી લાગણી અને માંગણી નિરાધાર ગૌશાળાના સંચાલક અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરીષદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ લોરીયાએ કરેલ છે અને જો જાહેરમાં એઠવાડ-કચરા ફેંકીને ગંદકી કરીને ગૌવંશ માટે જોખમ ઊભું કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે