મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ
SHARE
મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ
મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા લોકોને જુદીજુદી સેવા આપવામાં આવી રહી છે અને દાતાના સહયોગથી ગઇકાલથી અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મોરબી સતવારા સમાજની સેવામાં દાતાના સહયોગથી શ્રધ્ધાંજલી સેવા, એસી ઓકિસજન એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી રહી છે ત્યાર બાદ હવે અંતિમ યાત્રા બસની સેવાને પણ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્ર્મ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલ ખાતે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવ્યો હતો અને આ સેવાના મુખ્ય દાતા સ્વ. જેઠાભાઇ મલાભાઇ પરમારના સ્મરણાર્થે ગં.સ્વ. ભારતીબેન જેઠાભાઇ પરમાર અને તેના પુત્રો કલ્યાણજીભાઇ જેઠાભાઇ પરમાર તથા દયારામભાઇ જેઠાભાઇ પરમાર સહિતના અન્ય દાતાઓનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પાલિકાના પ્રમુખ કુસુમબેન લે. પરમાર, સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ પરમાર, જેઠાભાઇ ડાભી, એલ.એમ.કંઝારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા