મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રોટરી ક્લબ અને મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન


SHARE













મોરબીમાં રવિવારે રોટરી ક્લબ અને મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન

મોરબીમાં પ્રથમ વખત રોટરી ક્લબ મોરબી તથા મોરબી મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ કાર્યક્રમ મોરબી મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે જેમાં સૌરાષ્ટ્ર બોનસાઈઝ એસો.ના એક્સપર્ટ દ્વારા સેવા આપવામાં આવશે

મોરબીમાં રોટરી ક્લબ તેમજ મોરબી મહાપાલિકા દ્વારા આગામી તા.3/8 ને રવિવારે બપોરે 4 થી સાંજના 7 વાગ્યા સુધી બોનસાઈઝ નિશુલ્ક વર્કશોપનું આયોજન શક્તિ પ્લોટ મેન રોડ ઉપર આવેલ મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર બોનસાઈઝ એસો.ના એક્સપર્ટ સેવા આપશે. જેથી આ વર્કશોપનો મોરબીના પર્યાવરણ પ્રેમી લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ પ્રકારનું આયોજન મોરબીમાં પ્રથમ વખત થઈ રહ્યું છે જેના માટે મહાપાલિકાની ગાર્ડન સમિતિ બોનસાઈઝ એક્સપર્ટ વિનોદરાય મોઢા, રાજેશભાઈ કનેરિયા, ચેતનભાઇ સિંધવ, મુઝીમલ પઠાણ, રોહિતભાઈ ભુવાનો સહકાર મળી રહ્યો છે અને આયોજનને સફળ બનાવવા માટે મોરબી મહાપાલિકાના અધિકારી સહિતની ટીમ તેમજ આ પ્રોજેક્ટના ચેરમેન સોનલબેન શાહ તથા રોટરી ક્લબના પ્રમુખ અમિતભાઈ પટેલ અને સેક્રેટરી હોસેફા લાકડાવાલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News