ટંકારા નજીક કરવામાં આવેલ આંગડિયા લુંટના ગુનામાં રોકડા ત્રણ લાખ સાથે વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં દિવાલ માથે પડતા યુવાનનું મોત
SHARE








મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં દિવાલ માથે પડતા યુવાનનું મોત
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ નામના કારખાનામાં દિવાલ માથે પડવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કુલસિંહ બારેલા (35) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વખતે દીવાલ માથે પડવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હોવાથી 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
