મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કલો અને બાગ બગીચાના ડેવલોપમેન્ટ અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ સહિતના કામો યુધ્ધના ધોરણે શરૂ


SHARE











મોરબીમાં સર્કલો અને બાગ બગીચાના ડેવલોપમેન્ટ અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ સહિતના કામો યુધ્ધના ધોરણે શરૂ

મોરબી શહેરના લોકોની સુવિધામાં વધારો થાય તેના માટેના આયોજનો મનપા દ્વારા કરવામાં આવે છે તેના ભાગરૂપે મોરબીના જુદાજુદા વિસ્તારમાં સર્કલો ડેવલોપ કરશે, હાઈમાસ્ક પોલ અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરશે તેમજ સુરજબાગ-શંકર આશ્રમમાં બાલક્રીડાંગણમાં સાધનો મૂકીને સુવિધામાં વધારો કરવામાં આવશે.

મોરબી મહાપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરમાં જાહેર જનતાને આધુનિક અને સરળ અવરજવર સુવિધા મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબી શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે મહાપાલિકા દ્વારા વિશેષ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ સર્કલોના સુચારૂ આયોજન અને સુનિયોજિત વિકાસ માટે ડ્રોન સર્વે કરવામાં આવેલ છે. અને આ ડ્રોન સર્વેના આધારે લિલાપર ચોકડી, ઉમિયા સર્કલ, પંચાસર ચોકડી સર્કલ, શકત શનાળા સર્કલ, રવાપર ચોકડી સર્કલ, વાવડી ચોકડી સર્કલ, સરદાર પટેલ સર્કલ છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ, ત્રિકોણબાગ સર્કલ નો વિકાસ કરવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તેના માટેનું પણ આયોજન કરવામાં આવશે.

સુરજબાગ-શંકર આશ્રમમાં સુવિધા વધશે

મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેર હદ વિસ્તારમાં વસવાટ કરતી જાહેર જનતાની આરામદાયક અને આરોગ્યપ્રદ જીવનશૈલીને ધ્યાને લઇને વિવિધ બાગબગીચાઓનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ અંતર્ગત મહાપાલિકા હદ વિસ્તારમાં આવેલ સુરજબાગ અને શંકર આશ્રમ ખાતેના બાલક્રીડાંગણમાં સાધનો યોગ્ય રીતે રીપેરીંગ કામ તથા કલર કામ કરી તેમનો પુનઃ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

હાઈમાસ્ક પોલ-સ્ટ્રીટ લાઇટ

મોરબી મહાપાલિકા ઇલેક્ટ્રિક શાખા દ્વારા મહત્વપૂર્ણ સ્થળોએ લાઇટિંગની સુવિધામાં સુધારો લાવવાના અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દરેક મુખ્ય ચોકમાં હાઈમાસ્ક પોલ રિપેરીંગ કરીને જરૂર હોય ત્યાં નવું મટિરિયલ નાખીને લાઇટ ચાલુ કરવામાં આવેલ છે. આગામી સમયમાં જાહેર રસ્તાઓ પર તેમજ હદ વિસ્તારોમાં લાઈટો નાખી ચાલુ કરવામાં આવશે, જેથી મોરબીના માર્ગો અને ચાર રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે તેમજ રાત્રે વાહન ચાલકોને સહુલિયત મળશે. તેવું અધિકારીએ જણાવ્યુ છે.

ઘર-વિહોણા પરિવારો માટે જરૂરી

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત ઘર-વિહોણા લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ(AHP) તેમજ જે લોકો કાચું મકાન કે અર્ધ-કાચું મકાન અથવા પ્લોટ ધરાવે છે તેઓને પાકા આવાસના લાભ માટે બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટક અન્વયે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા વેબપોર્ટલ શરુ કરેલ છે. મોરબી મહાપાલિકા હદ વિસ્તારના ઘર-વિહોણા પરિવારો કે જેઓ આવાસ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક છે તેઓને મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગમાં રૂબરૂ સંપર્ક કરીને નિયમોનુંસારની પ્રક્રિયા મુજબ ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.






Latest News