મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 
Breaking news
Morbi Today

સાપે દંશ દેતા વાંકાનેરના નવા મહીકા ગામે ઘરમાં સૂતેલ માતા-પુત્ર અને મોરબીમાં યુવાનનું મોત


SHARE











સાપે દંશ દેતા વાંકાનેરના નવા મહીકા ગામે ઘરમાં સૂતેલ માતા-પુત્ર અને મોરબીમાં યુવાનનું મોત

વાંકાનેરના નવા મહીકા ગામે ધાર વિસ્તાર ઉપર ભોયતળિયે સુતેલા માતા અને પુત્રને સાપે દંશ દેતા તે બંને ને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને આવી જ રીતે મોરબીમાં આલાપ રોડના ખૂણા પાસે ઓરડીમાં સુતેલા યુવાનને સાપે દંશ દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ ભચા તાલુકાના અધોઇ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના મહીકા ગામની ધાર વિસ્તારમાં રહેતા કાજલબેન ઘોઘાભાઈ સોઢા (35) અને તેનો દીકરો કિશનભાઇ ઘોઘાભાઈ સોઢા (10) બંને મહિકા ગામે ધાર વિસ્તારમાં પોતાના ઘરે ભોયતળિયે સૂતા હતા દરમ્યાન રાત્રીના સમયે તેને ઝેરી સાપે દંશ દેતા તાત્કાલિક તે બંનેને સારવાર માટે વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે માતા અને પુત્રને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડના ખૂણા પાસે સ્મશાનની સામેના ભાગમાં ગોવિંદભા ગઢવીની ઓરડીમાં રહેતા પપ્પુભાઈ ભીમચંદ સિંગાડ (33) નામનો યુવાન પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે સૂતો હતો દરમિયાન તેને ઝેરી સાપે દંશ દેતા ઝેરી અસર થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News